ગુજરાત
News of Friday, 22nd January 2021

અમદાવાદ એરપોર્ટ પર મોકડ્રિલનું આયોજન : કટોકટીનાં સમય સતર્કતાની ચકાસણી કરાઈ

મોકડ્રીલમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ જોડાઈ

અમદાવાદ એરપોર્ટ પર સતર્કતાનાં પગલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર અને રાજયની સુરક્ષા ટીમોએ ભાગ લીધો હતો. અમદાવાદ એરપોર્ટ પર મોકડ્રીલમાં CISF, BCAS, ATS, CRIMEBRANCH SOG, NDRF, STATE IB, FIRE, INDIAN AIR FORCE દ્વારા યોજવામાં આવી.હતી  જેમાં એરપોર્ટ પર આવેલ વિવિધ જગ્યાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું

  . ભારત સરકાર તથા રાજ્યની વિવિધ એજન્સીઓ તરફથી મહત્વનાં એરપોર્ટ તથા સરકારી સસ્થાનો પર આતંકવાદી હુમલા સદર્ભે આપવામાં આવતી ચેતવણીઓ અનુસંધાને વિવિધ એજન્સીઓની કટોકટીનાં સમય સતર્કતાની ચકાસણી કરવા તથા સિક્યોરીટીમાં રહલી ખામીઓનું મલ્યાકન કરી સુધારણા કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા સદ્રઢ કરવા માટે આયોજન કરવામાં આવલ છે. જે મોકડ્રીલમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓએ ભેગા મળી સદરી મોકડ્રીલ સફળતા પૂર્વક પાર પાડેલ હતુ.

(9:16 pm IST)