ગુજરાત
News of Wednesday, 22nd January 2020

ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાનમાંથી ૩૬ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

ચંપક વસાવા ઘરે હાજર ન હોય પોલીસે શોધખોળ આદરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાન માંથી ૩૬ હજારનો વિદેશી દારૂ પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યો હતો.

   પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના ચંપકભાઇ રામજીભાઇ વસાવા પોતાના રહેણાંક ઘરમાં વિદેશી દારૂ રાખતા હોવાની બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસે રેડ કરતા તેના મકાન માંથી કાચના કવાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ.૨૮, ૮૦૦ તથા ટીન બીયર નંગ-૭૨ કિ.રૂ.૭૫૦૦ મળી કુલ કિ.રૂ.૩૬,૦૦૦ નો દારૂનો મુદામાલ રાખ્યો હોય તે પોલીસે ઝડપી લીધો હતો પરંતુ પોલીસ રેઇડ દરમ્યાન આરોપી ચંપક વસાવા ઘરે હાજર ન હોય તેની શોધખોળ આદરી છે.

(8:15 pm IST)