ગુજરાત
News of Tuesday, 22nd January 2019

' મિશન સાહસી ' :મહેસાણાની 600થી વધુ દીકરીઓએ લીધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

 

મહેસાણા: મહેસાણાની 600 કરતા વધુ દીકરીઓએ" મિશન સાહસી "અંતગર્ત સેલ્ફ ડિફેન્સની ટ્રેનિગ લીધી છે. આ ટ્રેનિગ બાદ દીકરીઓ જાતે જ પોતાની સુરક્ષા કરશે અને લુખ્ખા તત્વો તથા છેડતી કરતા રોમિયોને જાતે જ શબક શીખવાડશે.

    કેટલાક રોમીઓ સ્કૂલ કે, કોલેજ આગળ કે બસ સ્ટેન્ડમાં ઉભા રહીને દિકરીઓ, વિધાર્થીનીઓની છેડતી કરતા હોય છે. ત્યારે આવા રોમીઓને સબક શીખવાડવા તેમજ આ દીકરીઓ સ્વનિર્ભર થાય તે માટે મહેસાણા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતી 600 કરતા વધુ દીકરીઓને  ટ્રેનિગ આપવામાં આપવામાં આવી હતી.

(1:00 am IST)