ગુજરાત
News of Tuesday, 22nd January 2019

પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણીની તૈયારી :બીએસએફ અને પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાયું

યુદ્ધમાં વપરાતાં દરેક હથિયારો, ઓટોમેટિક ગન તેમજ તોપ અને વિવિધ આધુનિક હથિયારોનું પ્રદર્શન

પાલનપુરમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે. જેને લઈને BSF અને પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે બીએસએફ દ્વારા યુદ્ધમાં વપરાતાં દરેક હથિયારો, ઓટોમેટિક ગન તેમજ તોપ અને વિવિધ આધુનિક હથિયારો કેવી રીતે વાપરવામાં આવે છે. તેમજ તેની ખૂબીઓ વિશે લોકોને સમજ અને માહિતી આપવામાં આવી હતી.

   બીએસએફ દ્વારા વિદ્યામંદિર સંકુલમાં આગામી 3 દિવસ સુધી શસ્ત્રોનું પ્રદર્શન ખુલ્લુ રહેશે. જેમાં ભારતની બનાવટ સહિત ઇઝરાયલ અને અનેક દેશોમાં બનેલા આધુનિક હથિયારો રાખવામાં આવ્યાં છે.

(11:27 pm IST)