ગુજરાત
News of Tuesday, 22nd January 2019

શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં ગબ્બર પર્વત ઉપર સ્કાય વોક બનશે :વાયબ્રન્ટ સમિટમાં એમઓયુ થયા

150 કરોડના ખર્ચે દેશમાં પહેલીવાર બનનાર સ્કાયવોક યુ આકારનો હશે

 

અંબાજી :શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં ધામમાં આવેલ ગબ્બર પર્વત પર પહોંચવા માટે સ્કાય વોક, કાચનો પુલ બનાવવામાં આવનાર છે. અરવલ્લીની પહાડીઓની વચ્ચે સ્કાય વોક નિર્માણ માટે વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરાયા હતા 

 અંબાજી ગબ્બર પર સ્કાય વોક માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમઓયુ કરાયા છે. ભારતમાં પહેલીવાર પ્રકારે સ્કાય વોક બનશે. 150 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સ્કાય વોક તૈયાર કરવામાં આવશે. માટે એક ખાનગી કંપની સાથે એમઓયુ કરાયા છે. સ્કાય વોક યુ આકારનો હશે, જેના માટે પહેલા સરવે કરવામાં આવશે.

 પવિત્ર યાત્રાધામ ના સચિવ કિરીટ અધવર્યું જણાવ્યુ હતુ કે ગુજરાત ના યાત્રાધામો ના વિકાસ અને વધુ સુવિધાઓ ઉભી કરવા માટે કુલ 21 mou કરાયા છે..ભરૂચ પાસે આવેલ પોયચા ખાતે એક sunskardham બંધાશે.. જેમાં 300 લોકો ને રોજગારી પણ મળશે

(10:04 pm IST)