ગુજરાત
News of Tuesday, 22nd January 2019

હવે અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર બનાવાશે

અમદાવાદ, તા. ૨૨ : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મીશન અંતર્ગત કલીન સીટી તરીકે તા.૨-૧૦-૨૦૧૯ સુધીમાં અમદાવાદ શહેરને સમગ્ર દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેમાં કન્ટેઇનર ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, વેસ્ટ સેગ્રીગેશન અને વેસ્ટ પ્રોસેસીંગમાં મોડેલરૂ કામગીરી હાથ ધરી સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવાશે. સ્વચ્છતાને લઇને પણ બજેટમાં વિશેષ ફાળવણી અને જોગવાઇ કરાઇ છે.

 

(8:27 pm IST)