ગુજરાત
News of Tuesday, 22nd January 2019

ખેડા પોલીસે ઉંદરા સિમ નજીકથી 4.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ખેડા: પોલીસે રવિવારે રાત્રે ઉંદરા સીમ નદી નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાંથી ૪.૮૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે ગાડીના ચાલક સહિત ત્રણ શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે વિદેશી દારૂ તથા ગાડી મળી કુલ રૂપિયા ૭,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ઘરી છે. 

એલસીબી ખેડા પોલીસે મહુધા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે ઉંદરા સીમમાથી બોલેરો પીકઅપ ગાડી નં.જીજે-૦૭ વાયવાય-૭૦૯૭ વિદેશી દારૂ ભરીને પસાર થનાર છે જેથી એલસીબી પોલીસે ઉંદરા સીમ નદી નજીક વોચ ગોઠવી હતી.આ દરમિયાન બોલેરો પીક આવતા પોલીસે ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે હંકારી મૂકી થોડે દૂર જઈ ગાડી મૂકી ચાલક સહિત આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. 

 

(5:48 pm IST)