ગુજરાત
News of Tuesday, 22nd January 2019

ગાંધીનગર સે-4માં નાણાકીય લેવડદેવડ માટે લોકોને હાલાકી: એટીએમ શરૂ કરવા લોકોની માંગ

ગાંધીનગર:શહેરના સેક્ટર-૪માં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે નાણાંકીય લેવડદેવડ માટે આ રહિશોને અન્ય સેક્ટરોમાં આવેલી બેન્કોની બ્રાન્ચ તથા એટીએમ સુધી લંબાવવું પડે છે. જેથી સેક્ટરમાં એટીએમની સુવિધા શરૃ કરવામાં આવે તે માટે માંગ ઉઠવા પામી છે અને બેન્કોને રજૂઆત પણ કરવામાં આવી છે.

નવા સેક્ટરોમાં બેન્કોની શાખાઓ જૂજ સંખ્યામાં હોવાની સાથે સાથે પુરતા પ્રમાણમાં એટીએમ નહીં હોવાથી રહિશોને દુર સુધી જવાની ફરજ પડે છે અને આ સુવિધાનો લાભ મેળવો પડે છે. ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.૮ના સેક્ટર-૪માં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. આ રહિશોને નાણાંકીય લેવડદેવડ માટે સ્થાનિક વિસ્તારમાં યોગ્ય સુવિધા નહીં હોવાથી અન્ય સેક્ટરોમાં જવાની હાલમાં નોબત આવી છે.

 

(5:45 pm IST)