News of Tuesday, 22nd January 2019
અમદાવાદના રખિયાલમાં બાળકીને ફોસલાવી અપહરણ કરનાર નરાધમને લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો
અમદાવાદ:રખિયાલમાં બે વર્ષની બાળકીને અપાડીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સને લોકોએ ઝડપી લીધો હતો. ઢોરમાર મારીને લોકોએ તેને રખિયાલ પોલીસને સોંપી દીધો હતો.
આ બનાવની વિગત મુજબ રખિયાલમાં કાસમ છીપાની ચાલીમાં રહેતા મુરસીદહુસેન અખ્તરહુસેન શેખ ટ્રેસ સિલાઈનું કામકાજ કરે છે. ૨૦ જાન્યુઆરીના રોજ તેમનો ભાઈ મુનાવરહુસેન તેમની બે વર્ષની પુત્રીને ફરવા લઈ ગયો હતો અને રાત્રે ૧૧ વાગ્યે ઘર મજીક મુકીને જતો રહ્યો હતો.
બીજીતરફ કોઈ અજાણ્યો શખ્સ બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ આ શખ્સને ઝડપી લીધો હતો.બાદમાં તેને ઢોરમાર માર્યો હતો. મુનાવરહુસેને પોલીસ કંટ્રોલરૃમને જાણ કરાતા રખિયાલ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
(5:41 pm IST)