ગુજરાત
News of Tuesday, 22nd January 2019

ગાંધી વિચારના ફેલાવા માટે ઠેર-ઠેર પદયાત્રા યોજો : મોદીનું આહ્વાન

મનસુખ માંડવિયાના પ્રયોગને સફળ અને ઉત્સાહવર્ધક ગણાવતા વડાપ્રધાન : વિડીયો કોન્ફરન્સથી સંબોધન : ર૦રર સુધીમાં દેશને 'ખુલ્લામાં શૌચમુકત' બનાવવાની નેમ : સ્વચ્છતાને આદત બનાવવા અપીલ

ભાવનગર જિલ્લાના લોકભારતી સણોસરા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલ પદયાત્રાના સમાપન સમારંભની તસ્વીરી ઝલક

રાજકોટ, તા.રર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીનો સંદેશ ગામે ગામે ફેલાવવાના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના પદયાત્રારૂપી પ્રયાસને સફળ અને ઉત્તમ ગણાવી અન્ય જનપ્રતિનિધિઓ તથા ગાંધીવાદી સંસ્થાઓને તેનું અનુકરણ કરવા અનુરોધ કર્યો છે.

આજે માંડવિયાની ગાંધી વિચાર પદયાત્રાનું પાલીતાણા નજીક લોકભારતી સણોસરા ખાતે સમાપન થયેલ. સમાપન સમારોહને વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી કર્તવ્ય ભાવ જગાવવા ઠેર ઠેર પદયાત્રા યોજવા અપીલ કરી હતી. તેમના કહેવા મુજબ પદયાત્રાથી જનભાગીદારી અને જનઆંદોલન થાય છે. આઝાદી સામૂહિક ચળવળથી જ મળી હતી.

વડાપ્રધાનના સંબોધન પૂર્વે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં ગાંધી વિચારના પ્રચાર-પ્રસારનો અનુરોધ કરી શ્રી માંડવિયાની પદયાત્રાની પ્રશંસા કરી હતી.

શ્રી મોદીના વિડીયો કોન્ફરન્સથી સંબોધનની ઝલક નીચે મુજબ છે.

  યાત્રા માટે જેમણે પ્રયત્ન કર્યો તેમને અભિનંદન..

  સ્વચ્છતા કાર્યક્રમમાં સરકાર કરતા સમાજનું વધુ પ્રદાન

 વર્ષ ર૦રર પહેલાં દેશને 'ખુલ્લામાં શૌચ મુકત' બનાવવું

  સ્વચ્છતા આદત બને

 પ્રત્યેક નાગરીક સ્વચ્છતાની જવાબદારી માથે લે.

 ગુજરાતની તમામ રાજકીય પાર્ટીના પ્રતિનિધીને આવી પદયાત્રા યોજવા વિનંતી કરું છું.

 દેશની તમામ સામાજિક અને ગાંધીવાદી સંસ્થાઓ પણ પદયાત્રા કરે.,

 ફેબ્રુઆરી પહેલા તમામ પદયાત્રા પુરી કરે.,

 ગાંધી ગુજરાતના હોય આપણી સવિશેષ જવાબદારી છે.

 મનસુખભાઇએ ખુબ સફળ પ્રયોગ કર્યો છે.

 મને પદયાત્રાના ખુબ ઉત્તમ રિપોર્ટ મળ્યા છે.

 ભાવનગરની ધરતીથી નીકળેલ સંદેશ સમગ્ર દેશમાં જશે તેની મને શ્રધ્ધા છે.

 

(4:18 pm IST)