ગુજરાત
News of Tuesday, 22nd January 2019

કોંગ્રેસના દરેક ધારાસભ્યને વધારાના એક ધારાસભા મતક્ષેત્રની જવાબદારીઃ સરકાર સામે જંગ મંડાશે

લોકસભાની ચૂંટણીની ધીંગી તેયારીઃ ધારાસભ્યોની બેઠકમાં માર્ગદર્શનઃ ચોરે પે ચર્ચા, ખાટલા પરિષદ, આવેદન, રેલી જેવા કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ આજે અહીં સર્કિટ હાઉસ ખાતે મળેલ કોંગી ધારાસભ્યોની બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે ટોચના નેતાઓ અહેમદભાઈ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી વગેરેએ માર્ગદર્શન આપ્યુઃ દરેક વિધાનસભા વિસ્તારમાં ખાટલા બેઠકો યોજવા અને ચોરે પે ચર્ચા નામની લોકોની વચ્ચે જવા સૂચનાઃ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકાર સામેના પ્રશ્નોને ઉઠાવી રેલી-આવેદન જેવા કાર્યક્રમો યોજાશેઃ કોંગ્રેસના દરેક ધારાસભ્યને વધારાના એક-એક ધારાસભા મત વિસ્તારની જવાબદારીઃ લોકસભામાં રાજ્યની તમામ ૨૬ બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર

(4:17 pm IST)