ગુજરાત
News of Tuesday, 22nd January 2019

અરવલ્લી જિલ્લામાં ઓછા કપાસના પાકથી ઉત્પાદન ઘટ્યું: ખેડૂતોની હાલત કફોડી

અરવલ્લી:જિલ્લામાં ચોમાસુ સીઝન દરમ્યાન ખરીફ પાક કપાસનું ૪૪૪૯૫ હેકટરમાં વાવેતર કરાયું હતું. પરંતુ સરેરાશ ઓછા વરસાદ અને સિંચાઈની સુવિધાઓના અભાવ વચ્ચે આ કપાસમાં લાગુ પડેલા સુકારાના રોગથી વાવેતર સામે કપાસનું ઉત્પાદન ઘટે તેવી સ્થિતિ  સર્જાઈ છે.અને મોંઘા ભાવના ખાતર-બીયારણના વપરાશ પછી પણ કપાસના પાકમાં ઓછા ઉતારાથી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી મનાઈ રહી છે.

ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે એવી જોવા મળી રહી છે.ભારે જહેમત બાદ પણ વાવેતરનું સંતોષકારક ઉત્પાદન મળતું નથી.જયારે ઉત્પાદન હાથમાં આવે છે ત્યારે તળીયે બેઠેલા ભાવથી ખેડૂતોના ભાગે હાલાકી આવે છે.જિલ્લામાં ગત ખરીફ સીઝનમાં ૪૪૪૯૫ હેકટરમાં કપાસનું વાવેતર કરાયું હતું.

(5:43 pm IST)