ગુજરાત
News of Tuesday, 22nd January 2019

અમદાવાદ-વડોદરા હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું ગંભીર ઇજાથી મોત

અમદાવાદ:અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે નડિયાદ નજીક આઈશર ટ્રક પાછળ આઈશર ટ્રક અથડાતા ગંભીર રીતે ઘવાયેલ એક ઈસમનું મોત નીપજ્યું હતું. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વડોદરામાં રહેતા કિશન હરેશભાઈ વણઝારા આજે સવારે અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી આઈશર નં. જીજે ૨ એક્સએક્સ ૪૨૨૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે નડિયાદ નજીક પૂરપાટ ઝડપે આવેલ આઈશર ટ્રક નં. જીજે ૬ એએક્સ ૧૦૪૦ આઈશર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેથી આઈશરમાં બેઠેલા કિશોરભાઈ વણઝારાનું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઈશર ટ્રક ચાલક આઈશર મૂકી નાસી ગયો હતો. 

આ બનાવ અંગે કિશનભાઈ હરેશભાઈ વણઝારાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:46 pm IST)