ગણેશ પૂજા પછી કંકુ - તિલક કરી ભાઈના ઓવારણા લેતી બહેન
મધુસુદન મિસ્ત્રી અને કુંવરજીભાઈ બાવળીયા સતત પરેશ ધાનાણીની સાથે રહ્ના : સર્કિટ હાઉસ - ગાંધીનગર ખાતે કોંગી ધારાસભ્યો હોદ્દેદારો સાથે ડીનર કાર્યક્રમ
ગાંધીનગર : શ્રી પરેશ ધાનાણીએ આજે વિરોધ પક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળવાની પહેલા શ્રી ધાનાણીએ વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં વેશ કર્યો ત્યારે તેમના મોટા બહેને તિલક કર્યું હતું અને મોં મીઠું કરવી પોંખ્યા હતા. આ સંગે મધુસુદન મિસ્ત્રી અને કોળી નેતા કુંવરજી બાવળીયા તેમની સાથે રહ્ના હતા. ઓફિસમાં ગણેશ પૂજા કરવામાં આવી હતી. શુભકાર્યનો પ્રારંભ ગજાનંદ ગણેશની પૂજા કરી હતી.
શ્રી ધાનાણીની કોંગ્રેસના દેશ મુખ ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ સાથે ધારાસભ્યોની બેઠક યોજાયેલ. બેઠકમાં બજેટ સત્રની તૈયારી, વિધાનસભામાં કેવા કારનું વલણ રાખવું સહિતની ચર્ચા થયેલ. બેઠકમાં કોંગ્રેસના દંડક, ઉપદંડક તરીકે કોની નિમણૂક કરવી તેની પણ ચર્ચા થશે. કોંગ્રેસની બેઠકમાં અપક્ષ ઉમેદવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આજે સાંજે કોંગી ધારાસભ્યો અને હોદ્દેદારોનો ડિનર કાર્યક્રમ છે.