ગુજરાત
News of Monday, 22nd January 2018

કોંગ્રેસી કાર્યકરોમાં વિશ્વાસ જન્મ્યો કે ભાજપને હરાવી શકાય છે : અહેમદભાઈ

ગુજરાત જનાદેશે કોંગ્રેસને નવું બળ પૂરૂ પાડ્યુ : રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ૨૦૧૯માં કોંગ્રેસનો વિજય ડંકો વાગશે : ભાજપએ ૧૫૦નો ટાર્ગેટ રાખેલ અને ૯૯માં સમેટાઈ ગયેલ, જે આગમના એંધાણ છે

નવી દિલ્હી, તા. ૨૨ : કોંગ્રેસના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે કહ્યુંકે ગુજરાતના ચૂંટણી પરિણામોએ કોંગ્રેસી કાર્યકરોમાં એવી માન્યતા અને વિશ્વાસ ભર્યો છે કે ભાજપને હરાવી શકાય છે. તેમણે એવોવિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં વિજયી બનશે. તેમણેકહ્યું કે પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં કોંગ્રેસને જે જીત મળીછે તે પાર્ટી માટે નૈતિક જીત સમાન છે. કારણ કે ભાજપે ૧૫૦બેઠકોનું ટાર્ગેટ નક્કી કરી રાખ્યું હતું અને તે ફક્ત ૧૦૦ બેઠકોમાંસમેટાઈ ગઈ તે અમારે માટે નૈતિક વિજય સમાન છે.

 

તેમણે કહ્યું કે મોદીએ ઘણી ચૂંટણી સભાઓને સંબોધિ હતી અને તમામ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓનો સહારો લીધો હતો ત્યાં સુધી કે તેમણેપાકિસ્તાનનો ઉલ્લેખ તથા પાકિસ્તાનમાંના કોએ મને મુખ્યમંત્રીબનાવવા માંગે છે તેવી વાત પણ કરી હતી. ગુજરાત જનાદેશે ફક્તગુજરાત પૂરતું જ નહીં પરંતુ ભારતભરમાં કોંગ્રેસીઓના ઉત્સાહમાંવધારો કર્યો છે અને ભાજપને હરાવી શકાય છે તેવી માન્યતાને મજબૂત કરી છે.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ નિશ્ચિત રીતે ૨૦૧૯ ની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરશે. પટેલે કહ્યું કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ જે રીતનો પ્રચાર કર્યો, જે રીતની તનતોડમહેનત કરી તથા તેમની સભાઓમાં જે રીતની ભીડ ઉમટી તે ખૂબજ પ્રોત્સાહક છે અને તેને કારણે અમારી બેઠકોમાં વધારો થયો. જોભાજપે યુક્તિ-પ્રયુક્તિ, તરકટ ન કર્યું હોત તો અમે ભાજપને હરાવી શક્યા હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં અવિરત સુધારો થઈરહ્યો છે અને આગામી ચૂંટણીમાં પણ સારો દેખાવ કરશે.

યુવા અને ગતિશિલ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસને જીત તરફદોરી જશે તેમાં નવાઈ નથી. કોંગ્રેસ અધ્યક્ષ સીનિયરો સાથે સલાહ મશલત કરી રહ્યાં છે અને તેઓ યુવાનોનો ઉપયોગ કરી રહ્યાં છે.તેમને માટે દરેક જણ સ્થાન ધરાવે છે. કોનો અનુભવ કયા કામમાંવાપરવો તે તેઓ જાણે છે. પટેલે કહ્યું કે અંતિમ ઉદ્દેશ તોવિભાજનકારી અને કોમી તાકતોને હરાવવાનો છે.

લોકસભામાં પસાર થયેલા ત્રણ તલાક બીલ વિશે બોલતાં તેમણે કહ્યું કે કોંગ્રેસેબીલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાની માગ કરી છે તે જગજાહેરછે જેથી કરીને તેની તમામ જોગવાઈઓનું બારીકાઈથી અધ્યયન થઈ શકે. શું કોંગ્રેસ સંસદના ઘણા હોબાળો માટે જવાબદાર છે. તેવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ તો ફક્ત સાચા મુદ્દાઓઉઠાવી રહી હતી. (૩૭.૧૧)

(12:52 pm IST)