ગુજરાત
News of Monday, 21st December 2020

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ,વાલિયા દ્વારા સહાય કીટ વિતરણ કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસની મહામારી ચાલી રહી છે તેવાં સંજોગોમાં સામાન્ય માનવીએ જીવન જીવવું ઘણું મુશ્કેલ થઇ પડ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાંથી મજુરી કામ અર્થે લોકો શહેર તરફ પ્રયાણ કરતાં હોય છે, પરંતુ હાલ કોઈજ વિકલ્પ ન બચતાં લોકોને જીવન જીવવા હજુ પણ ઘણી હાડમારી વેઠવી પડે છે, તેવાં સંજોગોમાં " ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ " નિરાધાર લોકોની વહારે પોહચ્યું છે, ત્યારે '' ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ ''  વાલિયા દ્વારા સમાજ સેવાનો અવિરત પ્રવાહ નર્મદા જિલ્લાના અનેક ગામોમાં વહી રહ્યો છે

 . ભરૂચ જીલ્લાનાં વાલિયાથી ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટનાં પ્રમુખ ડૉ. સંદીપભાઈ રજવાડી, તથા ટ્રસ્ટીઓ અને તેમની ટીમે સાગબારા તાલુકાના અમિયાર, ચોપડ વાવ,મોરઆંબા ગામના આદિવાસી ગરીબ પરિવારોને સહાયને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત Covid- 19 લોક ડાઉન સમયમાં લોક સેવાના ભાગરૂપ ભોજન અને સહાય કીટોનું વિતરણ પણ ભરૂચ, નર્મદા, અને ડાંગ જિલ્લામાં કરાયું હતું, અને હાલમાં પણ આ સેવાભાવી સંસ્થા આદિવાસી પરિવારો માટે કાર્યરત છે.

(11:05 pm IST)