ગુજરાત
News of Monday, 21st December 2020

ગાંધીનગરના કોલવાડમાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પોલીસે 28 હજારની રોકડ જપ્ત કરી

ગાંધીનગર:જિલ્લામાં જુગારની બદી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે પેથાપુર પોલીસે કોલવડા પુન્દ્રાસણ રોડ ઉપર ખરાબાની જગ્યામાં દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા જયારે બે શખ્સો ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે બે બાઈક સહિત ર૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા જુગારીઓને ઝડપી પણ રહી છે. ત્યારે કોલવડા પુન્દ્રાસણ રોડ ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પેથાપુર પોલીસની ટીમે આ સ્થળે દરોડો પાડયો હતો અને ઝાડીમાં જુગાર રમતાં કોલવડાના કરણ કચરાજી ઠાકોર, આદરજ મોટીના ગોપાલજી મણાજી ઠાકોર અને અલ્પેશજી દશરથજી ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસને જોઈ કોલવડાના દિનેશ મંગાજી ઠાકોર  અને પુન્દ્રાસણનો એક શખ્સ ભાગી જવામાં સફળ રહયા હતા. તો પોલીસે બે બાઈક અને રોકડ સહિત કુલ ર૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ જુગારીઓ સામે જુગારાધારા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:50 pm IST)