ગુજરાત
News of Monday, 21st December 2020

વડોદરાના ગોરવા વિસ્તારમાં રસ્તો બનાવવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ધીમી ગતિએ ચાલતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રસ્તા બનાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. એક બાજુ લોકો પાસેથી ગંદકી અને માસ્ક નહિ પહેરવા અંગે દંડ વસુલ કરવામાં આવે છે તો બીજી બાજુ લોકોની મુશ્કેલીનું ધ્યાન વહીવટીતંત્ર રાખતું નથી.

વડોદરા શહેરમાં રસ્તા બનાવવાની કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે નવા રસ્તા થઇ ગયા બાદ પાણી ડ્રેનેજ કે ગેસ લાઇનના સમારકામના બહાને નવા બનેલા રસ્તા પર ખોદકામ કરી દેવામાં આવે છે. જેને કારણે કોર્પોરેશન મા દોસ્તો બનાવવા પાછળ કરોડો રૂપિયાના કૌભાંડ સર્જાય છે એટલું જ નહીં લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે.

નવો રસ્તો બનાવ્યા બાદ ફરી એકવાર વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરીને કારણે ખોદકામ કરવામાં આવતા બાપુની દરગાહ થી લઇ શાક માર્કેટ સુધી નો મુખ્ય રસ્તો બંધ કરી દેતા અવાર-નવાર ટ્રાફીક જામ થતો રહે છે.

(5:44 pm IST)