ગુજરાત
News of Monday, 21st December 2020

ડુંગરી પોલીસે ૩૧૦૦૦ હજારનો દારૂ લઈ જતી ચાર મહિલાઓને હાઇવે પરથી પકડી પાડી

વલસાડ પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ ડુંગરીના નવા પી.એસ.આઇ. જે. એસ.રાજપૂતે પ્રથમ દિવસે જ દારૂની હેરાફેરી પર સકંજો કશ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણથી થેલામાં દારૂ ભરી નવસારી અને સુરત લઈ જતી ચાર મહિલાઓને ડુંગરી પોલીસે હાઇવે પરથી પકડી પાડી હતી. પોલીસે તેમની પાસેથી રૂપિયા ૩૧ હજારનો દારૂનો જથ્થો પકડી પાડયો છે.

  વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ ડુંગળીના નવા પી.એસ.આઇ. રાજપૂતે ડુંગરી પોલીસ મથકનો ચાર્જ સંભાળી પ્રથમ દિવસે જ દારૂની હેરાફેરી પર સકંજો કશ્યો છે. તેમને હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન દારૂ લઈ જતી 4 મહિલાઓ ને પકડી છે. જેમાં સુરત ઉધના ઝૂંપડપટ્ટીમાં રહેતી લલિતા વર્મા, ગીતા રાજપુત, સાયરાબી ખાટિક અને નવસારીની પૂજા જોગી નો સમાવેશ થાય છે. આ મહિલાઓ જુદા જુદા વાહનોમાં નવસારી અને સુરત જતા હતા. તેઓ હાઇવે પર દારૂના  પેલા સાથે વાહનની રાહ જોતા હતા ત્યારે પોલીસે તેને પકડી પાડયા હતા.

 પોલીસે તમામના થેલામાંથી દારૂની 488 બોટલ કિંમત રૂ ૩૧ હજારની પકડી પાડી હતી. પોલીસની આ કામગીરીથી બુટલેગર આલમ ફફડાટ ફેલાયો હતો

(11:18 am IST)