ગુજરાત
News of Saturday, 21st November 2020

અમદાવાદમાં સોમવારે કર્ફ્યુનો સમયગાળો પૂર્ણ થયા બાદ રાત્રી કર્ફ્યુ યથાવત રાખવા વિચારણા

સરકાર 30 નવેમ્બર સુધી રાત્રિ કરફ્યૂને અમલી બનાવે તેવી સંભાવના

અમદાવાદ : દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાએ માજા મૂકી છે આજે રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા છે અમદાવાદમાં કોરોનાએ રીતસરનો કાળોકેર વર્તાવ્યો છે રાજ્ય સરકારે અમદાવાદ ઉપરાંત રાજ્યના ત્રણ અન્ય શહેરો વડોદરા, રાજકોટ અને સૂરતમાં પણ રાત્રિના 9થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે અને તેની અમલવારી આજ રાતથી શરૂ થઇ ગયો છે

 

  અમદાવાદમાં સોમવાર સવારે 6 વાગ્યે 57 કલાકનો કરફ્યૂ પુરો થયા બાદ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાની વિચારણા ચાલી રહી છે અને તેનો ટુંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સૂરતમાં પણ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલી બનાવાશે. જેના કારણે રાત્રિ બજારોમાં જે ભીડો જામતી હતી, ચાની દુકાનો, રેસ્ટોરન્ટ જે ખુલ્લી રહેતી હતી તે બધી હવે 9 વાગ્યે બંધ થઇ જશે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરકાર 30 નવેમ્બર સુધી રાત્રિ કરફ્યૂને અમલી બનાવે તેવી સંભાવના છે.

(11:32 pm IST)