ગુજરાત
News of Saturday, 21st November 2020

ફુલ નહિ ચીનગારી હૈ, હિન્દ કી નારી હૈ

દેશના સૌથી મોટા રાજય યુપીના રાજયપાલ આનંદીબેનનો જન્મદિન

રાજકોટ તા. ર૧ :.. ભારતના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલનો જન્મ ૧૯૪૧ ના વર્ષની ર૧ નવેમ્બર થયેલ. આજે ૮૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મુળ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામના વતની શ્રીમતી આનંદીબેન વિદ્યાર્થી કાળથી જ નેતૃત્વના ગુણ ધરાવે છે. શાળામાં તેમને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ બદલ વીરબાળા પુરસ્કાર મળેલ અમદાવાદની મોંઘીબા કન્યા વિદ્યાલયમાં ૩ દાયકા સુધી શિક્ષિકા તરીકે સેવા આપેલ રાજયસભાના સભ્ય, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપરાંત સરકારમાં દોઢ દાયકા સુધી શિક્ષણ, માર્ગ મકાન, મહેસુલ શહેરી વિકાસ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રીપદે રહી ચૂકયા છે. ર૪ મે ર૦૧૪ થી ૬ ઓગસ્ટ ર૦૧૬, સુધી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે ફરજ બજાવેલ. મુખ્યમંત્રી પદેથી નિવૃત થયા બાદ પહેલા મધ્ય પ્રદેશમાં અને હાલ ઉતર પ્રદેશમાં રાજયપાલ તરીકે કાર્યરત છે. બે રાજયમાં રાજયપાલ બનનાર તેઓ એક માત્ર ગુજરાતી મહિલા છે.

ફોન નં. ૦પરર-રર૩૬૯૭, રર૩૬૩રર

મો. ૯૪ર૬૯ ૬ર૧૧૧ લખનો (અંગત સચિવ)

(11:49 am IST)