ગુજરાત
News of Thursday, 21st November 2019

વિરમગામ તાલુકાના ઘોડા ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ અપાયો

વિરમગામ:અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઘોડા ગામમાં પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહીલ, લખુભા મોરી, મફાભાઇ ભરવાડ, પ્રમોદભાઇ પટેલ, રમેશભાઈ કો.પટેલ, રસીકભાઈ કો.પટેલ, હરિભાઈ મકવાણા, ધીરૂભાઇ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી ડી ડી ગોહીલ, ડૉ.ઝંખના જયસ્વાલ સહીતના પદાધીકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

  . આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,  આવકના દાખલા, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ,  બ્લડ પ્રેશર, ડાયાબીટીસ તપાસ સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહીતી પુરી પાડવામાં આવી હતી. ઘોડા ગામમાં સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

    વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ ઘોડા ગામમાં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફરતા 10 ગામોના લાભાર્થીઓએ 57 જેટલી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો

(7:46 pm IST)