ગુજરાત
News of Thursday, 21st November 2019

ખંભાત તાલુકાના રોહિણીમાં રાત્રીના સુમારે કારે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખંભાત: તાલુકાના રોહિણી ગામે રહેતા મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર ગત ૧૮મી તારીખના રોજ રાત્રીના સુમારે પોતાના બાઈક નંબર જીજે-૨૩, એપી-૩૧૦૯ ઉપર પોતાના પુત્ર રાજવીર (. . ૧૫)ને બેસાડીને ખેતરે આંટો મારવા માટે નીકળ્યા હતા.

રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે રોહિણી-ખાખસર રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી કારે બાઈકને પાછળથી ટક્કર મારતાં પિતા-પુત્ર રોડ ઉપર પટકાયા હતા. અકસ્માત સર્જીને થોડે દૂર જઈ કાર ચાલક ઊભો રહ્યો હતો અને નીચે ઉતર્યો હતો. મહેન્દ્રસિંહે જોતાં તે તારાપુર ખાતે રહેતો વિક્રમસિહ રાઓલજી હોવાનું ખુલવા પામ્યું હતુ. જો કે કારચાલક તુરંત કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

(5:30 pm IST)