ગુજરાત
News of Thursday, 21st November 2019

વડોદરામાં ગન સાથે ત્રાટકેલા લૂંટારૃઓએ સિક્યુરિટી ગાર્ડને ગન બતાવી: સોસાયટીના સભ્યોએ નોંધાવેલ ફરિયાદમાં પોલીસે કાર્યવાહી ન હાથ ધરતા રહીશોમાં રોષની લાગણી જોવા મળી

વડોદરા:કલાલી-ચાપડ રોડ પર આવેલી સોસાયટીમાં ચડ્ડીબંડીધારી લૂંટારા ત્રાટક્યા હોવાના અને સિક્યુરિટી કર્મચારીને ગન બતાવી હોવાના ચકચારી પ્રકરણમાં માંજલપુર પોલીસે હજી સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધી નથી.વિકેન્ઝા વણક્કમ નામની સોસાયટીના લોકોનું કહેવું છે કે, બનાવ અંગે અમે પોલીસને લેખિતમાં જાણ કરી છે અને લૂંટારા જે બંગલામાં ગન મુકી ગયા હતા તે એરગન અમે પોલીસના હાથમાં સુપ્રત કરી હતી.

જ્યારે,માંજલપુરના પીઆઇ ચેતરિયાનું કહેવું છે કે,સોસાયટીના રહીશોએ અમને આપેલા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહ્યા છીએ.બનાવ અંગે કોઇએ હજી ફરિયાદ આપી નથી.આમ છતાં અમે પેટ્રોલિંગ વધાર્યું છે.પીઆઇ કહ્યું હતું કે,અમે  બનાવના સ્થળની વિઝિટ પણ કરી છે.પરંતુ,કોઇ ચીજ ચોરાઇ હોવાનું અમારી તપાસમાં આવ્યું નથી.પોલીસ જરૃરી કાર્યવાહી કરી રહી છે.

(5:17 pm IST)