ગુજરાત
News of Thursday, 21st November 2019

સુરતમાં બે દીકરીઓના મૃત પિતાના આધેડ મિત્રએ વારંવાર ઘરે આવી અડપલાં કર્યા : ઢગાની ધરપકડ

પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયા બાદ તેનો મિત્ર અવારનવાર આવી છેડતી કરતો

સુરત : શહેરનાં કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીએ પિતાનાં આધેડ મિત્ર મુકેશભાઈ ઈશ્વરભાઈ શર્મા વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી.પોલીસે આ આધેડની ધરપકડ કરી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પિતાના મૃત્યુ બાદ તેમનો આધેડ મિત્ર ઘરે આવીને વારંવાર છેડતી કરતો હતો.

 મળતી માહિતી પ્રમાણે, સુરતનાં કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પિતાના મિત્ર વિરુદ્ધ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.  આ ફરિયાદ નોંધાવી છે તે આધેડ આ યુવતીનાં પિતા સાથે રત્નકલાકાર તરીકે કામકારતો હતો. જોકે, પિતાની પાંચ વર્ષ પહેલા મૃત્ય થયા બાદ પિતાનો મિત્ર વારંવાર પોતાના ઘરે આવજા કરતો હતો. યુવતીની એકલતાનો લાભ લઈને તેની છેડતી કરતો હતો. હદ ત્યારે થઇ કે જ્યારે આ યુવતીની નાની બહેની પણ આ આધેડે ગતરોજ છેડતી કરી હતી. આ દરમિયાન આ યુવતીએ પોતાની આંખે આધેડને પોતાની નાની બહેનની છેડતી કરતા જોતા તેનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

 યુવતીએ પોતાની 15 વર્ષની નાની બહેનની છેડતી મામલે આ યુવતી તાતકાલિક કતારગામ પોલીસ મથકે દોડી જઈને આ આધેડ મુકેશભાઈ ઈશ્વરભાઈ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે મુકેશ નામના આધેડની ધરપક્ડ કરી હતી. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:29 pm IST)