વડોદરામાં ઠંડીની શરૂઆતમાં તસ્કરોનો તરખાટ: લાકડાનો દરવાજો તોડી મકાનમાંથી 17 લાખની મતાની ઉઠાંતરી
વડોદરા: શહેરમાં ઠંડીની શરૃઆત પહેલાં જ તસ્કરોએ કાળો કેર વર્તાવવાનું શરૃ કરી દીધું છે.છેલ્લા કેટલાક સમયથી પોલીસને નાકે દમ લાવી દેનાર તસ્કરો કારેલીબાગ વિસ્તારના એક મકાનમાં લાકડાનો દરવાજો છુટ્ટો કરી ને બાજુ પર મુકી દઇ તસ્કરો તિજોરીનું વજનદાર લોકર ઉઠાવી ગયા હતા.
પાણીની ટાંકી નજીક નવરંગ સોસાયટીમાં રહેતા અને પ્રતાપનગર રોડ પર ચંદન સ્ટીલ અને વરુણ એસોસીએ ટ નામની દુકાન ધરાવતા રાજેન્દ્ર રમણલાલ શાહ નામના સિનિયર સિટિઝન વેપારીએ પોલીસને જણાવ્યું છે કે,હું અને મારી પત્ની તા.૧૭ મી એ લગ્ન પ્રસંગે મુંબઈ ગયા હતા અને ત્યારબાદ તા.૧૮મીએ મારો પુત્ર પણ મુંબઈ આવ્યો હતો.
આ દરમિયાન રાત્રિના કોઈપણ સમયે ત્રાટકેલા તસ્કરો એ મારા મકાનના દરવાજાનું તાળું તોડી નાખ્યું હતું અને તમામ સામાન વેરવિખેર કરી કબાટમાં ફિટ કરેલું લોખંડનું લોકર ઉઠાવી ગયા હતા.