News of Wednesday, 21st October 2020
એલોવેરા જ્યુસ પેકેટની આડમાં દારુની હેરાફેરી ! :બાવળા પાસેથી 29 લાખનો દારૂ ઝડપાયો :એક આરોપીની ધરપકડ
અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાવળા પાસેથી એલોવેરા જ્યુસ પેકેટની આડમાં દારુની હેરાફેરી જડપી પાડી છે. 29 લાખ રુપીયાના દારુ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા દ્વારા દારુ અને જુગારના અડ્ડા પર સીધી રેડ કરવા માટેના આદેશ આપ્યા છે.
એક તરફ પોલીસ વડા દ્વારા રાજ્યમાં દારુની હેરાફેરી વધતી જઈ હોય તેમ લાગી રહ્યુ છે. થોડાક દિવસ પહેલા સોલા પોલીસે સફરજનની પેટીની આડમાં હેરાફેરી ઝડપી પાડી હતી. આ રીતે બુટલેગરોના નવા કિમીયો પોલીસ માટે પડકાર રુપ સાબીતથી રહ્યાં છે.
(9:13 am IST)