ગુજરાત
News of Monday, 21st October 2019

હવામાન વિભાગની કમોસમી વરસાદ ની આગાહી ખેડૂતો ચિતા મુકાયા : દિવાળી બગડવાની શક્યતા

લણણીના સમયે જ વરસાદની આગાહીને કારણે પાકને નુક્શાનની ભીતિ

 

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા દિવાળી પહેલાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. હાલ પાકની લણણીનો સમય છે જો આવા સમયે વરસાદ પડે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. મોટાપાયે  પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને જો વરસાદ પડે તો પાક બગડી શકે છે. મહેનત પર માવઠું પાણી ફેરવી શકે છે અને ખરાબ પાકનો ભાવ પણ ખેડૂતને ના મળે. જેના લીધે ખેડૂતોની દિવાળી બગડવાની શક્યતા છે. આમ માવઠાને લઈને ખેડૂતો ચિંતામાં છે.

(12:24 am IST)