ઓનલાઇન કંપનીઓ દ્વારા મોબાઈલના સસ્તા વેચાણ સામે ડીલર્સોમાં ભારે રોષ :કંપનીની નીતિને લીધે બિઝનેસમા 50 ટકાનો જબરો ઘટાડો
અમદાવાદમાં ડીલર્સ મિટિંગમાં દેશમાંથી 250થી વધુ વેપારીઓ હાજર :ઓનલાઈન કંપનીને જે મોડલ આપવામાં આવે છે તે રિટેલર્સને આપવામાં આવતું નથી.
અમદાવાદમાં મોબાઈલના ડીલર્સે પણ ઓનલાઇન કંપનીઓ દ્વારા કરાતા સસ્તા વેચાણ સામે રોષ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં મોબાઈલ ડિલર્સની એક મિટિંગ યોજાઇ હતી. દેશમાંથી 250થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે મોબાઈલ કંપનીઓ ઓનલાઇન કંપનીઓને ઓછી કિંમતે માલ પૂરો પાડે છે. ઓનલાઈન કંપનીને જે મોડલ આપવામાં આવે છે તે રિટેલર્સને આપવામાં આવતું નથી.
કેટલીક વાર મોડલનું નામ બદલીને મોબાઈલ ઓછી કિંમતે ઓનલાઈન કંપનીને આપવામાં આવે છે. આ બધા કારણોને લીધે મોબાઈલ વિક્રેતાઓની ઘરાકી ઘટે છે. વેપારીઓનું કહેવુ છે કે મોબાઇલ કંપનીની આ પ્રકારની નીતિને કારણે બિઝનેસમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. દેશમાં મોબાઈલના એક લાખ રિટેલર છો. જ્યારે ગુજરાતમાં 15 હજાર અને અમદાવાદમાં 1 હજાર 500ની છે.