ગુજરાત
News of Sunday, 21st October 2018

GPSC પ્રિલીમ પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ :કળા -સંસ્કૃતિ અને બંધારણને લગતા પ્રશ્નો પુછાયા

અમદાવાદ :GPSCની ક્લાસ વન અને ટુની પ્રીલીમ પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયું હતુ. પેપર પ્રમાણમાં લેંધી હોવાનો ઉમેદવારોએ મત વ્યક્ત કર્યો હતો. કળા અને સંસ્કૃતિને લગતા સવાલો અમે બંધારણને લગતા પ્રશ્નો પુછાયા હતા  ગણિત વિભાગના સવાલો પ્રમાણમાં સહેલા હોવાનો ઉમેદવારોનું કહેવું હતુ. UPSCના સ્તરનું પ્રશ્નપત્ર પૂછાતા ઉમેદવારોએ મુંઝવણ અનુભવી હતી. બંધારણના પ્રશ્નો લાંબા, અઘરાં અને વિધાન વાક્ય પ્રકારના હતા. ખરા-ખોટા પ્રશ્નોને કારણે પેપર વધારે લાબું બન્યું હતુ.

(9:01 pm IST)