ગુજરાત
News of Sunday, 21st October 2018

થરાદ પંથકમાં ગરબા રમતી યુવતીની છેડતી કરનારા બે યુવકોનું ગામલોકોએ કર્યું મુંડન

મેથીપાક ચખાડ્યાં બાદ મુંડન કરાવી મોઠામાં ચપ્પલ પકડાવ્યું :ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠાના થરાદ પંથકમાં યુવતીની છેડતી કરતાં 2 રોમિયોનું ગામ લોકોએ મુંડન કર્યુ હતુ. ગરબા રમતી યુવતીઓની છેડતી કરતાં ગ્રામજનોએ બંને યુવકોને સજા આપી હતી. બે દિવસ પહેલાની ઘટનાનાં ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ગ્રામજનોએ બંને યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. અને માથામાં મુંડર કરાવીને મોઢામાં ચપ્પલ પકડાવી સજા કરી હતી. ગામલોકોએ કરેલી સજાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

(8:56 pm IST)