ગુજરાત
News of Sunday, 21st October 2018

નવરાત્રિના નવ દિવસમાં અંબાજી મંદિરને મળ્યું 2.59 કરોડનું દાન

અંબાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તોએ મંદિરમાં રૂ. 2.59 કરોડનું દાન કર્યું છે. ભક્તો દ્વારા કરાયેલ દાનમાં 1434 ગ્રામ સોનું અને 4138 ગ્રામ ચાંદીનો ચઢાવો કરાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પરીસર સહિતના વિસ્તારોમાં અદ્યતન સાધનોની મદદથી તપાસ કરાઇ હતી.

(8:43 pm IST)