ગુજરાત
News of Sunday, 21st October 2018

અમદાવાદમાં ટ્રાફીક ડ્રાઈવ : રોંગ સાઈડ વાહન ચલાવનારા દંડાયા

અમદાવાદ: શહેર પોલીસ દ્રારા ટ્રાફીક ડ્રાઈવ ચાલી રહી છે. અને અનેક લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યા છે. શહેર ટ્રાફીક પોલીસ દ્રારા શુક્રવાર અને શનિવારના રોજ રોંગ સાઈડ ટ્રાફીક ડ્રાઈવ કરવામાં આવી અને રોંગસાઈડ ગાડી ચલાવતા લોકોને દંડ આપવામાં આવ્યો હતો.

  શહેર પોલીસનુ માનવુ છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અને જેના કારણે અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો તાય તે માટે રોંગ સાઈડ ડ્રાઈવ રાખવામાં આવી છે. પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા હોય તે લોકોને 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે.

(2:05 pm IST)