ગુજરાત
News of Saturday, 20th October 2018

સુરત :બિલ્ડર પાસે ખંડણી માગવાના ગુનામાં મહિલા કોંગ્રેસી કાર્યકર સહિત બેની ધરપકડ

બિલ્ડર અંકિત પ્રજાપતિ પાસે ગેરકાયદે બાંધકામ હોવાનું કહી કૃણાલ મોરી અને ડિમ્પલ પટેલે 50 હજાર માંગ્યા

 

સુરતમાં બિલ્ડર પાસે ખંડણી માગવાના ગુનામાં મહિલા કોંગ્રેસી કાર્યકર સહિત બે લોકોની પોલીસે ધરપકડ કરી છે.

  અંગેની વિગત મુજબ સુરતનાં ચોક બજાર વિસ્તારનાં અંકિત પ્રજાપતિ નામના બિલ્ડરને કુણાલ મોરી તથા ડિમ્પલ પટેલે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવીને પચાસ હજારની ખંડણી માગી હતી.અને જો નહીં આપે તો મનપામાં અરજી કરીને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી.

  ડિમ્પલ પટેલ હાલમાં કોંગ્રેસ કાર્યકર્તા તરીકે કાર્યરત છે. ખંડણી માંગવા આવેલ લોકો સહિત કારના સીસીટીવી ફૂટેજ પણ પોલિસને હાથ લાગ્યા છે.

(12:15 am IST)