News of Tuesday, 21st September 2021
IMAS નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરીમાં અમદાવાદના આરવ રાજપૂતે ગોલ્ડ મેડલ જીત્યો
આરવે કુલ ૮ રાઉન્ડ ફાઈટ જીતી ને ગુજરાત ને ગોલ્ડ અપાવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજસ્થાનના જયપુર ખાતે 10th IMAS NATIONAL KARATE CHAMPIONSHIP નું આયોજન થયું હતું. જેમાં ગુજરાતના અમદાવાદનો આરવ રાજપુત નેશનલ માટે સિલેક્ટ થયો હતો અને ગુજરાત ને રિપ્રેઝન્ટ કર્યું હતું. આ ચેમ્પિયનશિપ માં કુલ ૧૧૦૦ અલગ - અલગ એજ ( ઉંમર ) કેટેગરી જેટલા પાર્ટિસિપેટ હતા .જેમાં બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરી માં આરવ રાજપૂતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આરવે કુલ ૮ રાઉન્ડ ફાઈટ જીતી ને ગુજરાત ને ગોલ્ડ અપાવ્યો અને ગુજરાત નું ગૌરવ વધાર્યુ હતું. આ ઉપરાંત આરવ રાજપુત નેશનલ માં ગોલ્ડ જીતી ને ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં સિલેક્ટ થયો અને હવે ભારતન ને રેપ્રેઝન્ટ કરશે તેમ જણાવ્યું હતું.
(6:47 pm IST)