ગુજરાત
News of Tuesday, 21st September 2021

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સાવકા પુત્રએ મિલ્કતમાં ભાગ માટે ઘરમાં તોડફોડ કરી જાનથી મારીનાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના તાંદલજા વિસ્તારમાં સાવકા પુત્રએ મિલકતમાં ભાગ માટે ઓરમાયી માતાના ઘરમાં તોડફોડ અને મોબાઈલ ફોનમાં ધમકીભર્યા મેસેજ કરી એકટીવા સળગાવી નાખવાનો બનાવ જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે સાવકા પુત્ર વિરુદ્ધ મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ ઉપરના તાઈફનગરમાં રહેતા 64 વર્ષીય વૃધ્ધા આરજુબેન વોહરાના પતિનું વર્ષ 2015 દરમિયાન નિધન થયું હતું. તેમનાં સંતાનમાં એક 24 વર્ષીય દીકરી સિમ્મી છે. આરજુબેન તેમના બીજા પત્ની હતા. અગાઉ તેમના પતિના લગ્ન સમયાલા ખાતે રહેતી રસીદાબેન સાથે થયા હતા. જેમના સંતાનમાં એક દીકરી તરનનુમ તથા દીકરો અશફાક છે. જે હાલમાં પાદરા ખાતેના હાજીપાર્કમાં રહે છે. જાન્યુઆરી મહિના દરમિયાન અશફાક મિલકતમાં ભાગની માંગ કરી હતી. જેથી પાદરા ખાતેની મિલકતમાં રહેવા જણાવ્યું હતું. જોકે ત્યારબાદ અશફાક ફરી તાંદલજા વાળા ઘરે ધસી ગયો હતો અને ભાગ માટે મકાનમાં તોડફોડ કરી હતી.

(5:29 pm IST)