ગુજરાત
News of Tuesday, 21st September 2021

સુરત: ગરીબ રથ ટ્રેનમાં સુતેલ મહિલા પર જાતીય હુમલો કરનાર આરોપીને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાંત્રણેક વર્ષ પહેલાં ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં અપર બર્થ પર સુતેલી મહીલાની છાતી હાથથી દબાવી જાતીય હુમલો કરનાર મુંબઈવાસી આરોપી યુવકને સુરતના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર એન.દવેએ આરોપીને દોષી ઠેરવી એક વર્ષની સખ્ત કેદ,રૃ.2500  દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ફરીયાદી મહીલા તથા તેના પતિ તા.6-1-18ના રોજ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના કોચ નં.જી-18ની અલગ અલગ સીટ પર બેસીને રેવડીથી મુંબઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રેનના એસી કોચની  અપર બર્થ નં.71 પર સુતેલી ફરિયાદી મહીલાની સામે બર્થ નં.66 પર સુતેલા 26 વર્ષીય ફૈઝાન અબ્દુલગફ્ફાર હૈબત (રે.સિલ્વર સોપીલજોગેશ્વરી (વેસ્ટ) મુંબઈ) એ મહીલાની છાતી પર હાથથી દબાવીને સેક્સ્યુલ એસોલ્ટ કર્યો હતો. જેથી ફરિયાદી મહીલા તથા તેના પતિએ સુરત રેલ્વે સ્ટેશનમાં આરોપી યુવાન વિરુધ્ધ ઈપીકો-354ની ફરિયાદ નોંધાવી હતી.કેસની આજે અંતિમ સુનાવણીમાં બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદપક્ષનો કેસ સામે શંકા વ્યક્ત કરી આરોપીએ ગુનાઈત બળનો ઉપયોગ કરી જાતીય હુમલો કર્યાનો પુરાવો રેકર્ડ પર ન હોવાની રજુઆત કરી હતી. જેના વિરોધમાં એપીપી સુનિલ પટેલે ભોગ બનનાર મહીલા તથા તેના પતિની જુબાની તથા અન્ય સાંયોગિક પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો હતો. જેથી  બચાવપક્ષે આરોપી  ગુનાઇત ઇતિહાસ ધરાવતો ન હોવાની અને પત્ની હાલ સગર્ભા હોવાથી સજામાં પ્રોબેશનનો લાભ આપવા માંગ કરી હતી.પણ કોર્ટે જણાવ્યું કેપ્રોબેશનનો લાભ આપવો ન્યાયોચિત જણાતું નથી.

(5:28 pm IST)