ગુજરાત
News of Tuesday, 21st September 2021

સુરતના અડાજણમાં પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરોએ નાઈટ વોકમાં નીકળેલ જવેલરના ગળામાંથી ચેઇન તફડાવી છૂમંતર....

સુરત: શહેરનાઅડાજણ પોલીસ સ્ટેશનના તાબા હેઠળની સૌરભ પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંત્તરે ત્રાટકેલા મોપેડ સવાર સ્નેચરો નાઇટ વોકમાં નીકળેલા જ્વેલરના ગળામાંથી 65 હજારની ચેઇન આંચકી ભાગી ગયા હતા.

અડાજણ હની પાર્ક રોડ સ્થિત રીયલ કેદાર ભવન એપાર્ટમેન્ટમાં વર્ધમાન જ્વેલર્સ નામે દુકાન ધરાવતા અંકિતકુમાર વસંતભાઈ સંતોકી (ઉ.વ. 35 રહે. બી 201, મણીભદ્ર વ્યુ, સૌરભ પોલીસ ચોકીની બાજુમાં, પાલ) ગતરાત્રે જમ્યા બાદ 10.45 કલાકે નાઈટ વોકિંગમાં નીકળ્યા હતા. રહેણાંક મણીભદ્ર વ્યુ કોમ્પ્લેક્ષની બહાર નીકળી બ્લુય ર્સ્પશ બિલ્ડીંગ તરફ જઇ રહ્યા હતા ત્યારે અડાજણ પોલીસ સ્ટેશનના તાબાની સૌરભ પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંત્તરેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી મોપેડ સવાર સ્નેચરો ઘસી આવ્યા હતા. સ્નેચરોએ અંકિતના ગળામાંથી 18 ગ્રામ વજનની સોનાની 65 હજાર કિંમતની ચેઇન આંચકી પુર ઝડપે મોપેડ હંકારી ટીજીબી સર્કલ તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે અંકિતે મોપેડ સવાર સ્નેચરો વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.

 

(5:26 pm IST)