ગુજરાત
News of Tuesday, 21st September 2021

ધારાસભ્ય કેતન ઈનામદારનો ધરણા કાર્યક્રમ મોકૂફ : પોલીસે મંજૂરી નહીં અપાતા મુલતવી

છેલ્લી ઘડી સુધી પોલીસે મંજૂરી ન આપતા તેમણે ધરણા કરવાનું ટાળ્યું

વડોદરા :બરોડા ડેરીના વહીવટનો વિવાદ વધુ વકર્યો છે. સાવલી અને ડેસર તાલુકાના 100 જેટલા પશુપાલકોની સાવલી પોલીસે કરી અટકાયત છે. તેઓ કેતન ઈનામદાર સાથે ધરણા કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. જોકે પોલીસે તેમને પહેલા જ અટકાવી લીધા.પશુપાલકોને ભાવફેરની રકમ નહીં ચૂકવાતી હોવાના આરોપથી શરૂ થયેલો વિવાદ હવે શક્તિપ્રદર્શન સુધી પહોંચ્યો છે. આજે કેતન ઈનામદાર તેમના સમર્થકો સાથે ડેરી બહાર ધરણા પર બેસવાના હતા. પણ છેલ્લી ઘડી સુધી પોલીસે મંજૂરી ન આપતા તેમણે આજે ધરણા કરવાનું ટાળ્યું છે.પણ ગુરૂવાર સુધીમાં સમસ્યાનો ઉકેલ લાવવાનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ગુરૂવાર સુધીમાં યોગ્ય પરિણામ નહીં મળે તો તેમના હલ્લાબોલના કાર્યક્રમને કોઈ નહીં રોકી શકે. ગુરૂવારે આરપારની લડાઈ લડવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો કે- બરોડા ડેરીના સત્તાધીશો મનમાની કરવા ટેવાઈ ગયા છે.. પશુપાલકોને ભાવફેર આપવાની આ લડત છે. પરંતુ ડેરીના સત્તાધીશો પશુપાલકોને ભાવફેર આપવામાં આનાકાની કરી રહ્યા છે.. જે દર્શાવે છે કે તેમના મનમાં બદ ઈરાદા છે.

તો બીજી તરફ સાંસદ રંજન ભટ્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરતા કેતન ઈનામદારને સૂચન કર્યું છે કે તેઓ આ મુદ્દે સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલનો સંપર્ક કરે. રંજન ભટ્ટે કહ્યું કે ડેરીના ડાયરેક્ટરો સાથે તેઓ વાત કરવાના છે અને કેતન ઈનામદારની સભાસદો અંગેની રજૂઆત ડાયરેક્ટરો સુધી પહોંચાડવાના છીએ. ડાયરેક્ટરો આજે સાંજે વડોદરા પહોંચવાના હોવાથી રાત્રે તેમની સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં સારો નિકાલ આવે તે દિશામાં પ્રયત્ન રહેશે..

તો બીજી તરફ પોલીસે જે પશુપાલકોની અટકાયત કરી છે તે પશુપાલકો ડેરીના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે

(12:26 pm IST)