ગુજરાત
News of Monday, 20th September 2021

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ

ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ: જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમા પણ ધોધમાર વરસાદ

વિરમગામ : આજે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો, સાથે જ જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમા પણ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના પગલે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

વિરમગામમાં ગઈકાલે 19 સપ્ટેમ્બરે પણ વરસાદ પડ્યો હતો. ગઈકાલે પણ વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો હતો અને સાથે જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

(12:31 am IST)