ગુજરાત
News of Monday, 21st September 2020

મોડાસા નેશનલ હાઇવે નજીક ચેકીંગ દરમ્યાન પોલીસે ટ્રકમાં બેકરીના સામાનની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોડાસા:નેશનલ હાઈવે માર્ગ નં.૮ ના અણસોલ નજીકથી ચેકીંગ દરમ્યાન રૂ.૧૩ લાખથી વધુ ની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો શામળાજી પોલીસે ઝડપી પાડયો હતો. હરીયાણા પાસીંગના ટ્રકમાં ભરેલ રૂ.૧૧ લાખથી વધુના બેકરી ને લગતા સરસામાનના બોક્ષની આડમાં વિદેશી દારૂની ૨૩૮૮ બોટલો અને ૭૭૫૦ કવાટરીયા મળી કુલ રૂ.૨૮,૪૭,૫૮૯ નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. જયારે ઝડપી પડાયેલ ટ્રક ચાલક સહિત એક વોન્ટેડ મળી કુલ બે આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગત શનીવારની રાત્રે નેશનલ હાઈવે  પરના અણસોલ નજીક વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.તે દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રક ને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું.આ ટ્રકના પાછળના ભાગમાં બેકરીના બોક્ષ ભરેલ હોવાનું પ્રથમ તબક્કે જણાઈ આવ્યું હતું.પરંતુ પોલીસને શંકા જતાં તમામ બેકરીના બોક્ષ નીચે ઉતારી જોતાં આ બેકરી બોક્ષની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નો જથ્થો ભર્યો હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે રૂ.૧૩,૦૬૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૩૫૪ પેટીઓ સહિત રૂ.૧૧,૩૮૯૮૯ ની કિંમતનો બેકરીનો સરસામાન અને ટ્રક મળી કુલ રૂ.૨૮,૪૭,૫૮૯ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આ ટ્રકના ચાલક સલીમખાન નસરૂદીન મેવરહે.નાવલી (કોટાવાસ)તા.ફીરોજપુર(જીરખા)જિ.નુહમેવાતહરીયાણા ઓ ને ઝડપી હવાલાતે કર્યો હતો. જયારે વોન્ટેડ આરોપી લક્ષ્મણસીંગ રમેશચંદ્ર રે.પીગોડતા.જી. પલવર લવર (હરીયાણા) સહિત બંને આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂની ૩૫૪ પેટીઓમાંથી વિદેશી દારૂની ૨૩૮૮ બોટલો અને ૭૭૫૦ કવાટરીયા મળી ૧૦,૧૩૮ બોટલ નંગ જથ્થો મળી આવ્યો હતો.

(6:04 pm IST)