ગુજરાત
News of Monday, 21st September 2020

સુરતમાં વધતા જતા કોરોના વાયરસના કારણોસર સ્ટ્રીટ ફૂડ વેન્ડરના પણ ટેસ્ટિંગ શરૂ કરવા મનપાની કાર્યવાહી શરૂ

સુરત:શહેરમાં હવે ખાણી-પીણીનો વેચાણ કરનાર રાજ કોરોનાના સુપર સ્પ્રેડર્સ બની રહ્યા છે. લોકો સાથે સીધા સંકળાયેલા સ્ટ્રીટ ફૂડ વેન્ડરના કોરોના ટેસ્ટિંગની શરૂઆત મહાનગરપાલિકાએ શરૂ કરી છે. આજે દિવસ દરમિયાન વિવિધ રસ્તાઓ પર ખાણીપીણી નું વેચાણ કરનારા લોકોના ટેસ્ટ કરાયા હતા.

સુરતમાં સ્ટ્રીટ ફૂડનો ટ્રેન્ડ અન્ય શહેરો કરતાં વધુ જોવા મળે છે. હાલ અનલૉકમાં સુરતની અને ખાણીપીણીની લારીઓ પર ભારે ભીડ થઈ રહી છે. આ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી વધી રહ્યું છે. વધતુ સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગર પાલિકાએ સ્ટ્રીટ ફૂડ વેન્ડર સુપર સ્પ્રેડર્સ છે કે નહીં? તેની ચકાસણી શરૂ કરી છે.

(5:57 pm IST)