ગુજરાત
News of Monday, 21st September 2020

રાજયમાં ૭૦,૪૪૪ લાભાર્થીઓએ રાશનની દુકાનોમાંથી રાશન લીધુ

રેશનીંગના દુકાનદારોએ કમીશન વધારવાની માગણી કરી હતી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર : રાજયમાં રેશનીંગની દુકાનોમાં બારકોડ સીસ્ટમની મળેલ ફરીયાદો અંગે કોંગ્રેસના પ્રતાપભાઇ દુધાતના પ્રશ્નના જવાબમાં નાગરીક પુરવઠા મંત્રીએ જણાવ્યુ હતુ કે રાજયમાં રેશનીંગની દુકાનોમાં કમિશન વધારવાની માંગણી કરી હતી. વર્ષ ૨૦૧૯ ફેબુઆરીમાં રાજયવ્યાપી હડતાલ પાડી હતી.

જે તે સમયે ગુજરાત એન્ટપ્રાઇઝ અને શોપ્સ એન્ડ કેરોશીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન દ્વારા તા.૧૦ અને ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે સમગ્ર ગુજરાતના રાશન-ડિલરો દુકાનોના કોમ્પ્યુટર લોગ ઇન કરશે નહિ તેની જાણ કરેલ હતી.

રાજયમાં ૭૦.૪૪૪ લાભાર્થીઓએ તા.૧૦/૨/૧૯ના રોજ વ્યાજબી ભાવની દુકાનપરથી રાહતદરે આવશ્યક ચીજ વસ્તુઓ લીધેલ છે. આમ કુલ ૧,૩૬,૦૬૪ લાભાર્થીઓએ લાભ લીધો છે.

(4:11 pm IST)