ગુજરાત
News of Monday, 21st September 2020

અમદાવાદમાં પોલીસ ફોજને તનાવ મુકત કરવા ધ્‍યાન-યોગા સહીતની શબિરોનો શુભારંભ

રાજકોટઃ વિશાળ વસ્‍તી ધરાવતા અમદાવાદમાં કોરોનાના કહેરથી લોકોને બચાવવા માટે રાત-દિવસ જોયા વગર ફરજ બજાવતા પોલીસ જવાનો તથા પોલીસ અધિકારીઓ સંક્રમીત થવાની સંખ્‍યામાં દિવસે-દિવસે થતા વધારાને ધ્‍યાનમાં લઇ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્‍તવ અને જોઇન્‍ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી દ્વારા સમગ્ર શહેરની પોલીસ ફોજના કોરોના પોઝીટીવ ટેસ્‍ટ તથા તમામ પોલીસ લાઇનોને  સેનીટાઇઝ કરવાના અભિયાન સાથોસાથ સતત તાણ હેઠળ ફરજ બજાવતા પોલીસ જવાનો માટે મેડીટેશન, ધ્‍યાન જેવી શિબિરોનું આયોજન શરૂ કરવામાં આવ્‍યું છે. પોલીસ  લાઇનોને જાતે સેનીટાઇઝ કરવા મેદાને ઉતરેલ જોઇન્‍ટ પોલીસ કમિશ્નર (એડમન અને હેડ કવાર્ટર દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે ખુબ જ મોટુ નામ ધરાવતા મથુરાના રામ આશ્રમ સત્‍સંગની મદદથી આયોજન ખુબ જ સારી રીતે પાર પાડવામાં આવ્‍યું હતું. અકિલા સાથેની વાતચીતમાં જોઇન્‍ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરીએ જણાવેલ કે ધ્‍યાન મેડીટેશન શિબિરથી જવાનોને ખુબ જ માનસિક શાંતી મળી હતી. આવા આયોજન માટે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્‍તવ પણ ખુબ જ રસપુર્વક કરે છે અને ભરપુર સહયોગ આપે છે.

(12:43 pm IST)