ગુજરાત
News of Saturday, 21st September 2019

વડોદરા નજીક નેશનલ હાઇવે 8 પર ગેરકાયદે પાર્ક કરેલ ટ્ર્કના કારણે અકસ્માત સર્જાતા માતા-પુત્રી પૈકી પુત્રીનું ઘટનાસ્થળેજ મોત: માતાને ગંભીર ઇજા

વડોદરા:નજીક નેશનલ હાઇ વે પર ગેરકાયદે પાર્ક કરેલી ટ્રકના કારણે એક યુવતીએ જીવ ખોયો હતો. પોર ગામમાં રહેતી યુવતી ગુરૃવારે રાત્રે તેની માતા સાથે વડોદરાથી સ્કૂટર પર પોર પરત ફરી રહી હતી ત્યારે હાઇ વે પર પાર્ક કરેલ ટ્રક અંધારામાં દેખાઇ હતી અને સ્કૂટર ટ્રક પાછળ ઘુસી ગયુ હતુ અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે મોત થયુ હતુ જ્યારે તેની માતાને ગંભીર ઇજાઓ થઇ છે.

પોર ખાતે રહેતા નિલેશભાઇ ઉપાધ્યાયની પુત્રી ઉન્નતી (.૨૨) ગુરૃવારે સાંજે સ્કૂટર પર તેની માતાની તબિયત બતાવવા માટે વડોદરા ખાતે તરસાલી વિસ્તારની હોસ્પિટલમાં આવી હતી હોસ્પિટમાં તબીયત બતાવીને ઉન્નતી તેની માતા સાથે મોડી રાત્રે પોર પરત ફરી રહી હતી ત્યારે હાઇ વે પર તરસાલી બ્રિજ પાસે માતૃછાયા રેસ્ટોરન્ટની બાજુમાં એક ટ્રક હાઇ વે પર પાર્ક કરેલી હતી. હાઇ વે પર રાત્રે અંધારૃ હોય છે અને પાર્ક કરેલી ટ્રકમાં પાર્કિંગ લાઇટ પણ ચાલુ નહી હોવાથી યુવતીને ટ્રક દેખાઇ હતી અને તે ટ્રક પાછળ અથડાઇ હતી.

(5:43 pm IST)