ગુજરાત
News of Friday, 20th September 2019

કાંકરેજ પંથકની પ્રાથમિક શાળામાં વૃક્ષોના ડાળાં બાળકો પાસે ટ્રેકટરમાં ભરાવતા વાલીઓ વિફર્યા : શિક્ષકો સામે ઉગ્ર વિરોધ

બાળકોને ભણવા મોકલ્યા છે કે મજૂરી કરવા ? વાલીઓએ કર્યા સવાલ : શિક્ષકો અને આચાર્ય ઉપર વાલીઓ લાલઘૂમ

 

કાંકરેજ પંથકની પ્રાથમિક શાળામાં વૃક્ષોના ડાળા બાળકો પાસે ટ્રેક્ટરમાં ભરાવાતા હોવાની જાણ થતા વાલીઓ વિફર્યા હતા અને  શાળાના બાળકો પાસે મજૂરી કરાવતા જોઇ ઘર્ષણ થયું હતું. વાલીઓ અત્યંત રોષે ભરાઇ શિક્ષકો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દરમ્યાન ગાળાગાળી થતાં મામલો બિચક્યો હતો ઈજાગ્રસ્ત થાય તેવી મંજૂરી બાળકો પાસે કરાવતાં વાલીઓ લાલઘૂમ બન્યા છે.

    અંગે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની કંબોઇ અદાણી પાટી પ્રાથમિક શાળામાં બાળકોને મજૂરી કરાવ્યાનો વિડીયો સામે આવ્યો છે. શાળા દ્વારા વૃક્ષોનો અગમ્ય કારણોસર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કટિંગ કરેલા લાકડાં બાળકો દ્વારા ટ્રેક્ટરમાં ભરાવ્યા હતા. દરમ્યાન બાળકોના વાલીઓ ત્યાંથી પસાર થતાં જોઇ ગયા હતા. જેથી પહેલાં તો બાળકોને તતડાવી ભણવા મોકલ્યા છે કે મજૂરી કરવા તેવા સવાલો કર્યા હતા. પછી કોણે આવું કામ સોંપ્યું તેવું પૂછી શિક્ષકો અને આચાર્ય ઉપર લાલઘૂમ બન્યા હતા.

(12:05 am IST)