ગુજરાત
News of Friday, 21st September 2018

મહેસાણામાં ઇમરાન-વસીમે રાખી પ્રિયાંક માટે બાધા અને સાત વર્ષે બંધાયું પારણું

મહોરમના તહેવારમાં માનતા પૂર્ણ કરી પુત્રને પેંડા અને ગોળથી તોલ્યો

 

મહેસાણામાં કોમી એકતાની અનોખી મિશાલ જોવા મળી છે  જ્યાં મિત્રના ઘરે પારણું બંધાય તે માટે બીજી કોમના મિત્રએ રાખેલી માનતાને પૂર્ણ કરાતા અનોખો કોમી એક્તાનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રિયાંક બારોટ અને તેના પરિવારજનોના ચહેરા પર તો ખુશી છે જયારે પ્રિયાંકના મિત્ર ઇમરાન અને વસીમના ચહેરા પર વધુ ખુશી છે. કારણકે ઇમરાન અને વસીમે કરેલી માનતા ફળીભૂત થઇ છે અને મિત્ર પ્રિયાંકના લગ્નજીવનના સાત વર્ષ બાદ તેને ઘરે પારણું બંધાયુ છે. જેથી ઇમરાન અને વસીમના પરિવારે પ્રિયાંકના પુત્રને પેંડા અને ગોળથી તોલીને પોતાની માનતા પૂર્ણ કરી છે.

લગ્નના સાત વર્ષના વહાણા છતાં પ્રિયાંકના પરિવારને શેર માટીની સંતાનરૂપી ખોટ હતી. જેથી ઇમરાન અને વસીમે પ્રિયાંકના ઘરમાં ખુશી આવે તે અર્થે માનતા રાખી હતી. જે માનતાને મોહરમના પવિત્ર પર્વે પૂર્ણ કરીને મિત્રોએ સાબિત કર્યુ છે કે મઝહબ કરતા મિત્રતા મોટી હોય છે.

(11:51 pm IST)