ગુજરાત
News of Friday, 21st September 2018

હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે વિશેષ આયોજન : 32 કુત્રિમ કુંડ તૈયાર કરાયા

મોટી મૂર્તિઓ માટે 8 ફૂટ ઉંડા કૂંડ બનાવાય: વિસર્જન માટે 30 ક્રેન રખાશે :દરેક કુંડ પાસે પાંચ વ્યકતિઓ તૈનાત

અમદાવાદમાં અનેક સ્થળોએ સાર્વજનીક ગણેશ પંડાલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. અનેક લોકોએ પોતાના ઘરે પણ ગણેશજીનું સ્થાપન કર્યું છે.ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં સાબરમતી નદીમાં વિસર્જન ન થાય તે માટે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ તંત્ર સજ્જ થયું છે

  તંત્રએ વિસર્જન માટે 32 કૃત્રિમ કુંડ તૈયાર કર્યાં છે. મોટી મૂર્તિઓ માટે 8 ફૂટ ઉંડા કૂંડ બનાવાયા છે. મોટી મૂર્તિઓના વિસર્જન માટે 30 ક્રેન રાખવામાં આવશે. દરેક કુંડ પાસે પાંચ  વ્યક્તિ મૂર્તિ વિસર્જન માટે તૈનાત રહેશે. પ્રતિમાઓ વિસર્જિત કર્યા બાદ તેને બાજુમાં મંડપમાં મુકી દેવાશે. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે  ફાયરબ્રિગેડના જવાનો તૈનાત રહશે. કુંડના મોનિટરિંગ માટે 3 આસિસ્ટન્ટ એન્જિનિયર કક્ષાના અધિકારી હજાર રહશે. તો કેટલાક સ્વયંસેવકો પણ સેવા માટે તૈનાત રહેશે.

(5:49 pm IST)