મહીસાગર નજીક ટેમ્પામાં જનરેટર ફાટતા 20થી વધુ પદયાત્રી પૈકી 7ને ગંભીર ઇજા
મહિસાગર:જિલ્લાના દેહગામડા ગામના ૨૦ થી વધુ પદયાત્રિકો મા અંબાના દર્શન કરી ગામે પરત ફરી રહયા હતા. તે દરમિયાન આ પદયાત્રિકો ભરેલા ટેમ્પામાં રખાયયેલા ડીજેના જનરેટમાં બ્લાસ્ટ થતાં દોડતા ટેમ્પામાં આગ ભભૂકી હતી.અને ૭ પદયાત્રિકો દાઝી જતાં તેમજ ત્રણ પદયાત્રિકો ચાલુ ટેમ્પામાંથી કૂદી પડતાં થયેલા ફેક્ચરને લઈ તાબડતોડ આ મુસાફરોને મોડાસાની ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સાર્વજનિક હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા હતા.
મહિસાગર જિલ્લાના દેહગામડા ગામના ૩૫ જેટલા પદયાત્રિકો દર વર્ષની જેમ ચાલુ વર્ષે મા અંબાના દર્શન માટે પગપાળા અંબાજી ગયા હતા. અંબાજી દર્શન કરી આ પદયાત્રિકો જીપ અને ટેમ્પામાં સવાર થઈ પરત ગામડે ફરી રહયા હતા.
ત્યારે પદયાત્રિકો નો ટેમ્પો મોડાસા-માલપુર માર્ગના જાલોદર નજીક આવેલ હોટલ સવેરા નજીકથી પસાર થઈ રહયો હતો.