ગુજરાત
News of Wednesday, 21st August 2019

2જી ઓક્ટોબરથી દેશના તમામ રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં

રિયાસકલેબલ પ્લાસ્ટિક જ વપરાશે:પ્લાસ્ટિકની બોટલોના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા કરાશે

અમદાવાદ ;આગામી બીજી ઓક્ટોબરથી દેશના તમામ રેલવે સ્ટેશનોમાં 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ મુકાશે વડાપ્રધાન  મોદીની પ્લાસ્ટિક નાબૂદીની જાહેરાતના પગલે રેલવે બોર્ડ દ્વારા દેશના તમામ રેલવે સ્ટેશનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરાશે. બીજી ઓક્ટોબરથી રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક ધરાવતી બનાવટો વાપરી શકાશે નહીં
બીજી ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરના રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી ઝાડું પ્લાસ્ટિક ધરાવતું રિયાસકલેબલ પ્લાસ્ટિક જ વપરાશે. રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલોના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા કરાશે.
જેવી રીતે વિદેશમાં પ્લાસ્ટિકને ક્રશ કરે તેવા મશીન મૂકાયેલા હોય છે તેવા જ મશીનો અમદાવાદ સહિત દેશભરના રેલવે સ્ટેશન પર મૂકાશે. આ મશીનમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ ક્રશ થશે. અગાઉ ગુજરાત સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓની 50 માઇક્રોનથી પાતળા પાતળા પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી હતી

 

(8:00 pm IST)